'કચ્છ ગુર્જરી' ના ડીપોઝીટ સભ્યો જોગ

'કચ્છ ગુર્જરી' ના ડીપોઝીટ સભ્યો જોગ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

આપ સૌને વિદિત છે જ કે, ડીપોઝીટ સભ્યોને 'કચ્છ ગુર્જરી'ના અંકો વિનામૂલ્ય મોકલવામાં આવે છે. 'કચ્છ ગુર્જરી' ડીપોઝીટ યોજના હેઠળ વર્ષ ૨૦૧૫થી ડીપોઝીટ રૂા. ૧,૦૦૦ કરવામાં આવેલ છે. બાકી રહેતી ડીપોઝીટની રકમ મોકલવા અમે દર અંકમાં અપીલ કરીએ છીએ તે છતાં લગભગ ૭૦૦ સભ્યોએ હજી સુધી બાકીની રકમ મોકલેલ નથી. જૂની ડીપોઝીટ રૂા. ૩૦૦ અને રૂા. ૪૦૦ના સભ્યોને આ વર્ષના જાન્યુઆરી માસથી અંકો મોકલવામાં આવતા નથી.

રૂા. ૧૦૦૦ની ડીપોઝીટ સામે વ્યાજ હાલના સમયમાં વાર્ષિક લગભગ રૂા. ૬૫ થી રૂા. ૭૦ મળે છે. જ્યારે 'કચ્છ ગુર્જરી'ની એક પ્રત પ્રકાશિત કરવામાં લાગતો ખર્ચ અંદાજે રૂા. ૪૦ થાય છે. આવક-જાવકનો તોટો આપ સર્વેના ડોનેશન, જાહેરાત વગેરે અને ડીપોઝીટ સામેના વ્યાજથી પણ સરભર થતો નથી, જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ઓડીટ રિપોર્ટ જ્યારે આપની સમક્ષ મૂકશું ત્યારે આપ જોઈ શકશો.

આ સંજોગોમાં અમે કમને નિર્ણય લીધો છે કે, જે સભ્યોની ડીપોઝીટ રૂા. ૧૦૦૦ જમા નહિ હોય તેવા સભ્યોને જાન્યુઆરી-૨૦૨૦થી 'કચ્છ ગુર્જરી'ના અંક મોકલવાના બંધ કરવામાં આવશે. જેથી સંસ્થાને થતી ખોટ થોડી ઓછી થશે તેમજ કાગળના ઓછા વપરાશથી પર્યાવરણને થતું નુકસાન થોડું ઓછું થશે. આશા છે, આપ અમારા આ નિર્ણયને સ્વીકારશો.

સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં બાકી રહેતી ડીપોઝીટ રકમના સભ્યોની યાદી પ્રકાશિત કરેલ છે, જેથી તે સભ્યો રકમ ચેક, ઓનલાઈન અથવા રોકડ (સ્વહસ્તે) મોકલી શકે. જો અનિવાર્ય સંજોગવશાત આપને સભ્યપદ રદ્દ કરવું હોય તો લેખિત જણાવવાથી આપની ડીપોઝીટ આપને પરત કરવામાં આવશે. આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી માટે આપ મો. ૯૩૨૨૮૮૦૫૫૫ પર સંપર્ક કરી શકો છો.

આપ સૌના સહકારની અપેક્ષા...

- 'કચ્છ ગુર્જરી'  વ્યવસ્થાપક બોર્ડ

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates