મહાસતીજીઓનો ચાતુર્માસ મંગલપ્રવેશ

  • Event Date : 03 July 2019
  • Organised by : શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Sanstha : શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Location : માંડવી
  • 44

શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘમાં ૨૯ વર્ષ બાદ પૂ. કરૂણાબાઈ મહાસતી અને પૂ. કવિતાબાઈ મહાસતી આદિ ઠાણા-૨નો તા. ૩-૭-૧૯ના રોજ ચાતુર્માસ મંગલપ્રવેશ થયેલ.

માંડવીના પાંચેગચ્છના ભાવિકોની ઉપસ્થિતિમાં તળાવવાળા નાકા પાસેથી નીકળેલા સામૈયામાં સંઘ પ્રમુખ નાનાલાલ દોશી ઉપરાંત સમાજના અગ્રણીઓ વાડીલાલ દોશી, પરેશભાઈ સંઘવી, દિનેશભાઈ શાહ, સંજયભાઈ ડગાળાવાળા, ભરતભાઈ શાહ, અશોકભાઈ શાહ, ભાવિનભાઈ સંઘવી, શૈલેશભાઈ શેઠ, નિખીલેશભાઈ ભંડારી, જે.જી. શાહ, દિપકભાઈ સંઘવી, લલીતભાઈ મહેતા, રોહિતભાઈ વોરા, નિલેશભાઈ સંઘવી, પ્રવિણભાઈ શેઠ, મનુભાઈ દેસાઈ, મનુભાઈ શાહ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયેલ.

સામૈયા બાદ મોટી પક્ષના સ્થાનકમાં મળેલી ધર્મસભામાં મહાસતીજીઓને નમીરાજશ્રી ઉત્તરાધ્યન સૂત્ર વહોરાવવાનો લાભ ચડાવો બોલીને પ્રફુલભાઈ તલકશી સંઘવી પરિવારે અને શ્રેણીક ચરિત્ર (સંસાર સપના કોઈ નહીં અપના)નો ચડાવો બોલીને વસંતબેન મણીલાલ શાહ હ. રંજનબેન દિનેશભાઈ શાહે લીધો હતો.

આ પ્રસંગે પૂ. કરૂણાબાઈ મહાસતીજીએ ભાવિકોને ચાતુર્માસ દરમિયાન જિનવાણીનો લાભ લઈ અનુષ્ઠાનોમાં ભાગ લઈ આત્મામાં રહેલા પ્રદુષણો અને દુર્ગુણો દૂર કરી, જૈન શાસનની આન-બાન અને શાન વધારી, સ્થાનકને ગુંજતું રાખવા ભાવિકોને અનુરોધ કરેલ.

પ્રારંભમાં ચંદનબાળા મહિલા મંડળના સ્વાગત ગીત બાદ સંઘના પ્રમુખશ્રી નાનાલાલભાઈ દોશીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારેલ. ચાતુર્માસ દરમિયાનના કાર્યક્રમોની માહિતી આપેલ.

ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, તપગચ્છ જૈન સંઘના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહ અને પરેશભાઈ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કરેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના પ્રમુખશ્રી નાનાલાલભાઈ દોશીએ કરેલ જ્યારે પરેશભાઈ સંઘવીએ આભારવિધી કરેલ.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates