પૂર્વ શિક્ષિકાની વાર્ષિક પુણ્યતિથી

  • Event Date : 25 July 2019
  • Organised by : જૈન નૂતન પ્રાથમિક શાળા
  • Sanstha : જૈન નૂતન પ્રાથમિક શાળા
  • Location : માંડવી
  • 24

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ. શ્રીમતી રંજનબેન દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી તા. ૨૫-૭-૨૦૧૯ના રોજ જીવદયા અને માનવસેવાના કાર્યોથી ઉજવાઈ હતી.

માંડવીના શિતલ-પાર્શ્વ આરાધના ભવનમાં શિતલ મંડળના બહેનોએ પંચકલ્યાણકની પૂજા ભાવવાહી રીતે ભણાવી હતી. જેમાં પાંચે ગચ્છના ભાવિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ.

સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહના આત્મશ્રેયાર્થે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદના સૌજન્યથી માંડવીના જૈન આશ્રમ, વિકલાંગ કન્યા છાત્રાલય, બહેરા-મુંગા વિદ્યાલય અને જનરલ હોસ્પિટલમાં માનવ સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. મણીભદ્ર વીરદાદા ગ્રુપના માધ્યમથી ગાયો અને શ્વાનોને લાપસીનું ભોજન આપવામાં આવેલ. આ ઉપરાંત ગાયોને લીલાચારાનું નિરણ, પક્ષીઓને ચણ અને શ્વાનોને લાડુ આપવામાં આવેલ. ડાયાબિટીસના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ સેવાકાર્યમાં પરિવારના મુંબઈ, અમદાવાદ, અંજાર, ભુજ, મુંદ્રા અને માંડવીના સભ્યો જોડાયા હતા.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates